રાજ્યો ઊંચા ભાવે વીજળી નહીં વેચી શકે

નવી દિલ્હી, તા.13 : કોલસાની અછતથી તોળાતા દેશમાં વીજ સંકટના ઓથાર વચ્ચે દેશના વીજળી મંત્રાલયે ચેતવણીભર્યા સ્વરે જણાવ્યું હતું કે, ઉંચી કિંમત પર વિજળી વેંચનાર રાજયોને પુરવઠો બંધ કરી દેવાશે.  સરકારના બે અધિકારીઓએ એક અહેવાલમાં કહ્યું હતું કે, ગઈકાલે મંગળવારે ખાસ બેઠક યોજાઈ હતી. કોલસાનો પુરવઠો વધારીને દરરોજ વીસ લાખ ટનથી વધુ કરવાના લક્ષ્ય સાથે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. બેઠકમાં વીજળી સચિવ આલોકકુમાર અને કોલસા સચિવ એ.કે. જૈને કોલસા અને વીજળીની ઉપલબ્ધતા અંગે પુરી જાણકારી આપી હતી. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer