ડૉ. મનમોહન સિંહની તબિયત લથડી : એઈમ્સમાં દાખલ

નવી દિલ્હી, તા. 13 : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડતા તેઓને દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનને બે દિવસથી હળવો તાવ હોવાથી બુધવારે સાંજે છ વાગ્યા આસપાસ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિના સૂત્રોના કહેવા પ્રમાણે મનમોહન સિંહને યોગ્ય દેખરેખ અને ચિકિત્સા માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer