ભારતમાં સિક્સ-જીની તૈયારી

નવી દિલ્હી, તા. 13 : આગામી વર્ષ સુધી ભારતમાં ફાઈવ-જી સેવાની શરૂઆત થઈ જશે, તેવી આશા વચ્ચે અત્યારથી જ દેશમાં સિક્સ-જી માટે પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવા અહેવાલ મળ્યા છે. ફાઈવ-જીની તુલનાએ 6-જીમાં 50 ગણી ગતિ સાથે ઈન્ટરનેટ ચાલશે. ટેલિકોમ વિભાગે સરકારી ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડીઓટીને જવાબદારી આપી છે.
દુનિયાભરની બજારોમાં સિક્સ-જી લોન્ચ થવાની સમાંતરે ભારતમાં પણ શરૂ કરવાના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર આ દિશામાં સક્રિય બની છે.
એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, એલજીએ તો સિક્સ-જી નેટવર્ક માટે પરીક્ષણની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જર્મનીના બર્લિનમાં પરીક્ષણ સફળ રહ્યું હતું.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer