વરુણ ગાંધીનું કોંગ્રેસમાં સ્વાગત : પોસ્ટરોથી અટકળો

પ્રયાગરાજ, તા. 13 : લખીમપુર ખીરી હિંસા પર જામેલા નિવેદનોના દોરથી ભાજપ અને વરુણ ગાંધીમાં અંતર વધી ગયું હોવાની અટકળો વચ્ચે પ્રયાગરાજમાં કોંગ્રેસે ઠેર ઠેર વરુણ ગાંધીનું પક્ષમાં સ્વાગત કરતા પોસ્ટરો લગાડી દીધા હતા. કેસરિયા પક્ષની રાષ્ટ્રીય કારોબારીની જાહેર યાદીમાં વરુણ અને તેમના માતા મેનકાના નામ ગાયબ દેખાયા હતા. બીજીબાજુ કોંગ્રેસમાં સ્વાગત કરતા પોસ્ટરો પર પ્રતિક્રિયામાં વરુણે સ્પષ્ટ કર્યું હતું કે એવી કોઇ વાત જ નથી. આવું કરનાર લોકો ગજબ છે. સોશ્યલ મીડિયા પર પણ સોનિયા ગાંધી સાથે વરુણ ગાંધીની તસવીરોવાળા પોસ્ટરો જોવા મળતાં કદાચ વર્ષોના મતભેદો ભૂલી ગાંધી પરિવાર એકજૂટ થવા જઇ રહ્યો હોવાના કયાસ લાગ્યા હતા.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer