નિફ્ટીએ 18,000નું શિખર સર કર્યું

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : કોવિડની ઓસરી રહેલી અસર, અર્થતંત્રમાં આવેલી ગતિ અને બીજા ત્રિમાસિક ગાળાના કંપની પરિણામો સારા આવવાની આશાએ શૅરબજારમાં તેજી નક્કર સ્વરૂપે આગળ વધી હતી. આજની તેજીનું મુખ્ય આકર્ષણ નિફ્ટી ઈન્ડેક્સ હતો. નિફ્ટીએ આજે 18000નું સ્તર હાંસલ કર્યું હતું અને આ સ્તરની ઉપર બંધ થયો હતો.
સેન્સેક્ષ 453 પૉઈન્ટ્સ વધી 60,737ના સ્તરે અને નિફ્ટી 170 પૉઈન્ટ્સ વધી 18162ના સ્તરે બંધ થયા હતા.
આવનારા તહેવારોમાં માગ વધવાની ધારણાએ વિવિધ ક્ષેત્રની કંપનીઓના શૅર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. તેમાં અૉટો, મૅટલ્સ અને આઈટી શૅર્સ મુખ્ય હતા. આગળ જતાં અૉટો, મેટલ, રિયલ્ટી અને વીજળી-ઊર્જા ક્ષેત્રના શૅર્સમાં ખરીદીનું આકર્ષણ જોવા મળે તેવી આગાહી ઍનાલિસ્ટોએ કરી છે.
વૈશ્વિક બજારમાં સોનું પ્રતિ ઔંસ 12.50 ડૉલર વધી 1771.80 ડૉલર અને ચાંદી 33 સેન્ટ વધી પ્રતિ ઔંસ 22.85 ડૉલર રનિંગ હતી. બ્રેન્ટ ક્રૂડ 0.54 ડૉલર ઘટી 82.88 ડૉલર રનિંગ હતું. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer