મુંબઈમા વધુ 481 સંક્રમિતો સાથે કોરોનાના 5114 એક્ટિવ દરદી

મુંબઈમા વધુ 481 સંક્રમિતો સાથે કોરોનાના 5114 એક્ટિવ દરદી
નવી મુંબઈમાં 73 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 63 નવા કેસ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 13 : બુધવારે મુંબઈમાંથી કોરોનાના 481 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,49,074 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 5114 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં ત્રણ દરદીનાં મૃત્યુ થયાં હતાં. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 4615 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 1102 દિવસનો થઈ ગયો છે. મુંબઈમાં અત્યારે 55 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શુન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 31,638 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,08,20,708 ટેસ્ટ કરાઈ છે. 
મહારાષ્ટ્રમાં કોરોનાના 2219 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી બુધવારે કોરોનાના નવા 2219 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 65,83,896 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 29,555 દરદી સારવાર હેઠળ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 49 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3139 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યારે 2,32,261 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 1122 લોકો સંસ્થાકીય ક્વો2રન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,05,46,572 ટેસ્ટ કરવામાં આવી છે. 
નવી મુંબઈમાં 73 અને બુધવારે થાણે જિલ્લામાંથી 25 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 82 નવા કેસ મળ્યા હતા.  નવી મુંબઈમાંથી 73, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 63, ઉલ્હાસનગરમાંથી 15, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદરમાંથી 18, પાલઘર જિલ્લામાંથી 12, વસઈ-વિરારમાંથી 47, રાયગઢ જિલ્લામાંથી 65 અને પનવેલ શહેરમાંથી 36 નવા કેસ મળ્યા હતા. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer