લખીમપુર : આશીષ મિશ્રાની જામીન અરજી સીજેએમ કોર્ટે ફગાવી

લખીમપુર : આશીષ મિશ્રાની જામીન અરજી સીજેએમ કોર્ટે ફગાવી
નવી દિલ્હી, તા. 13 : લખીમપુર કાંડના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્રાની જામીન અરજી સીજેએમ કોર્ટમાં રદ કરવામાં આવી છે. સુત્રો મુજબ આશીષના વકીલ હવે જીલ્લા જજની અદાલતમાં અરજી દાખલ કરવાની તૈયારીમાં છે. 
ત્રણ ઓક્ટોબરના રોજ લખીમપુરમાં થયેલી હિંસક ઝડપમાં ચાર ખેડૂત, એક સ્થાનિક પત્રકાર અને એક ભાજપ કાર્યકર સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આશીષ મિશ્રા આ મામલે મુખ્ય આરોપી છે.તેના ઉપર થાર જીપથી કિસાનોને કચડવાનો આરોપ છે. આ કેસે રાજનીતિક રંગ પણ લઈ લીધો છે. આશીષ મિશ્રાને પુછપરછ માટે સમન મોકલ્યા બાદ શનિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આશીષની પુછપરછ માટે એસઆઈટીએ રિમાન્ડ લીધા હતા. એસઆઈટીને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન આશીષનો પરિવાર જામીન માટે સતત મહેનત કરી રહ્યો છે. વકીલોએ સીજેએમ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે ખારિજ કરી હતી.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer