અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ

અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ
ઉપરાષ્ટ્રપતિની મુલાકાત પર ચીનનો વિરોધ અનુચિત : વિદેશ મંત્રાલય
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : વિદેશ મંત્રાલયે બુધવારે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને નોંધાવેલો વિરોધને અનુચિત છે.
આ મુદ્દે પત્રકારોના સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ ંકે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને ચીનનો દાવો અનુચિત છે.
અમે ચીનના અધિકૃત પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નોંધ લીધી છે. અમે આવી ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતું અભિન્ન અંગ અને અવિભાજ્ય હિસ્સો છે. ભારતીય નેતા નિયમીતપણે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેતા રહે છે, જે રીતે ભારતના અન્ય રાજ્યોની મુલાકાતે જતા હોય. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ ંહતું કે, ભારતીય નેતાઓની ભારત યાત્રા પર વિરોધ કરવો એ ભારતીય લોકોની સમજની બહાર છે.
અગાઉ એમે જેનો ઉલ્લેખ કર્યો છે, ભારત-ચીન સીમા વિસ્તારના પશ્ચિમી ક્ષેત્રમાં એલએસીની સાથે વર્તમાન પરિસ્થિતિ દ્વિપક્ષીય સમજૂતિના ઉલ્લંઘનમાં ચીન દ્વારા યથાસ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસને કારણે થઈ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ચીન અતાર્કિક મુદ્દાઓને સાંકળવાના પ્રયાસ કરવાને બદલે દ્વિપક્ષીય સમજૂતિ અને પેરોટોકોલનું પૂરી રીતે પાલન કરવાની સાથે પૂર્વી લદાખમાં એલએસીની સાથે બાકીના મુદ્દાઓના સમાધાન કરવાની દિશામાં કામ કરે.
નાયડુએ 9 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈ રાજ્યની વિધાનસભાના એક ખાસ સત્રને સંબોધ્યું હતું. જેમાં તેમણે કહ્યુ ંકે પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસની ગતિકહ્યું કે, વરસોથી ઉપેક્ષિત રહેલા પૂર્વોત્તરના પ્રદેશમાં ઝડપથી થઈ રહેલા વિકાસને કારણે થઈ રહેલા પરિવરિતનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ચીને જણાવ્યુ ંકે એ ઉપર્ષ્ટ્રપતિની મુલાકાતનો ભારે વિરોધ કરે છે કારણ એણે એને ક્યારેય માન્યતા આપી નથી. સીમા મુદ્દે ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે. ચીની સરકારે ક્યારેય ભારત દ્વારા એકતરફી અને ગેરકાયદે સ્થાપિત તથાકથિત અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી અને સંબંધિત વિસ્તારમાં ભારતીય નેતાના પ્રવાસનો ભારે વિરોધ કર્યો છે. એમ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું હતું.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer