અમેરિકામાં બિટકોઈન ઈટીએફના વાયદાને મંજૂરી મળવાની શક્યતા

અમેરિકામાં બિટકોઈન ઈટીએફના વાયદાને મંજૂરી મળવાની શક્યતા
ડિજિટલ કરન્સી નવી ઊંચાઈએ
મુંબઈ, તા.15 : યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) પ્રથમ બિટકોઈન ફ્યુચર્સ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ને આવતા સપ્તાહની ટ્રેડિંગ કરવા માટે માન્યતા મળવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. 
 6.7 લાખ કરોડ ડૉલરના ઈટીએફ ઉદ્યોગને વેગવાન બનાવવા ક્રિપ્ટોકરન્સી બિઝનેસ માટે આ એક ક્રાંતિકારક ઘટના સાબિત થઈ શકે. 
એસઈસીએ અગાઉ બિટકોઈન ઈટીએફ એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એસઈસીના ચૅરમૅન ગેરી ગેન્સલરે કહ્યું કે હાલમાં પ્રોશૅર્સ અને ઈનવેસ્કો પાસેથી વાયદાના કોન્ટ્રેક્ટ માટેના પ્રસ્તાવો આવ્યા છે. તેમની અરજી મ્યુચ્યુઅલ ફંડ અંતર્ગત આવતા નિયમો હેઠળ મૂકવામાં આવી હોવાથી રોકાણકારોની સુરક્ષા થશે. 
આ સમાચાર વહેતા થયા બાદ સૂચિત અહેવાલ લખાતા સમયે બિટકોઈન રૂપિયાના મૂલ્યમાં $ 46,10,000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જે મે મહિના બાદ સૌથી વધુ છે. સૌ પ્રથમ બિટકોઈન ઈટીએફ વર્ષ 2013માં કેમરોન અને ટેલર વિન્કલીવોસે ફાઈલ કર્યા હતા, જે ફેસબુકના સ્થાપકો પણ છે. આ પછી રોકાણકારોની ફરિયાદ હતી કે હૅકિંગના લીધે ભાવમાં નોંધપાત્ર ઊથલપાથલ થાય છે તેથી ઈટીએફ ઉદ્યોગમાં ક્રિપ્ટોનો પ્રવેશ બંધ થયો હતો. 
બિટકોઈન વિશે આ સકારાત્મક સમાચાર બાદ સાંજે બિટકોઈન સિવાયની ક્રિપ્ટોકરન્સી એટલે કે અલ્ટકોઈન્સ જેવી કે તીથર, કીપ નેટવર્ક, મેટિક નેટવર્ક, એથરમ, લુપરિંગ, કાર્ટેસી, સોલાના, એક્સી ઈન્ફિનિટી, થોરચેઈન, રેન, આઈએક્સઆરએલસી, લિટકોઈન, યુનિલેન્ડ,હેલિયમ, ટેલરમાં પણ ઉછાળો આવ્યો હતો.
Published on: Sat, 16 Oct 2021

© 2022 Saurashtra Trust