સિદ્ધુએ પંજાબ કૅંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ પાછું ખેંચ્યું

સિદ્ધુએ પંજાબ કૅંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ પાછું ખેંચ્યું
નવી દિલ્હી, તા.15: પંજાબ કોંગ્રેસમાં આખરે નારાજ નવજોતસિંહ સિદ્ધુને મનાવી લેવામાં કોંગ્રેસને સફળતા મળી છે. સિદ્ધુએ પ્રદેશ પ્રમુખ પદેથી પોતાનું રાજીનામુ પરત ખેંચી લીધું છે અને તેઓ જ પંજાબમાં પક્ષનાં કેપ્ટન બની રહેશે. 
આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ સિદ્ધુએ પોતાનું રાજીનામુ પરત લીધું હતું. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં વિરોધ છતાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવેલા સિદ્ધુએ મુખ્યમંત્રી ચન્ની સાથે પણ નારાજગી પછી પદ ઉપરથી રાજીનામુ આપી દીધું હતું. 
પંજાબનાં કોંગ્રેસ પ્રભાવી હરીશ રાવતે આની ઘોષણા કરતાં કહ્યું હતું કે, સિદ્ધુએ રાહુલ ગાંધીને પોતાની ચિંતાઓ જણાવી હતી. જેની કાળજી લેવાની તેમને ખાતરી આપવામાં આવી છે. 
સામે પક્ષે સિદ્ધુએ પોતાનું રાજીનામુ પરત લેતાં પક્ષનાં પ્રમુખ પદે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેવાની ખાતરી આપી હતી.
Published on: Sat, 16 Oct 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer