ઝી કૉમેડી શૉમાં ખાસ મહેમાન તરીકે પ્રતીક ગાંધી

ઝી કૉમેડી શૉમાં ખાસ મહેમાન તરીકે પ્રતીક ગાંધી
ટોચના કૉમેડિયન્સના રિયાલિટી શૉ ઝી કૉમેડી શૉના આ શનિવારના એપિસોડમાં અભિનેતા પ્રતીક ગાંધી ખાસ મહેમાન તરીકે જોવા મળશે. પ્રતીકની ફિલ્મ ભવાઈ આવી રહી છે અને તેના પ્રમોશનના ભાગરૂપે તે ઝી કૉમેડી શૉમાં આવશે તથા પોતાની કારકીદીની રસપ્રદ વાતો જણાવશે. ડૉ. સંકેત ભોસલે, મુબીન અને ગૌરવ અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમની એક્ટ કરી બધાને હસાવશે. આ ત્રણે અમિતાભના ગૅટઅપમાં સ્ટેજ પર આવશે. તેમના પરફોર્મન્સથી ઉત્સાહિત પ્રતીકે પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, હું નાટકમાં કામ કરતો ત્યારે ડિજિટલ સાઉન્ડ બૅક નહોતું. એક ઘટનામાં મારી ટીમમાંથી કોઈ એક ખૂની સાબિત થવાનો હતો. તેની પાસે એક બંદૂક હતી જેમાં કયુ આવે તો અવાજ નહોતો આવતો. આથી તેને ચાકુ આપીને દૃશ્યમાં સુધારો કરવામાં આવ્યો હતો. જ્યારે તે ચપ્પુથી મારતો હતો ત્યારે છેલ્લી ઘડીએ ગોળી ચાલ્યાનો અવાજ આવ્યો અને પ્રેક્ષકો ખડખડાટ હસી પડયા હતા. ટેક્નિકલ મુશ્કેલીને લીધે ગંભીર દૃશ્ય રમૂજી બની ગયું હતું. જોકે, તે સમય મારા માટે શ્રેષ્ઠ હતો. મેં ટીવી સિરિયલ માટે પણ અૉડિશન આપ્યા હતા, પરંતુ ત્યારે મને કહેવામાં આવતું કે હું આ માધ્યમ માટે યોગ્ય નથી. ઘણા નકાર પછી મને સફળતા મળી છે પણ આ તમામ નકારોએ મને ઘણી મદદ કરી છે.  
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer