ડિઝની-હૉટસ્ટાર પર રશિયન ફિલ્મ ફૅસ્ટિવલ

ડિઝની-હૉટસ્ટાર પર રશિયન ફિલ્મ ફૅસ્ટિવલ
ડિઝની - હૉટસ્ટાર પર રશિયન ફિલ્મ ફૅસ્ટિવલ ચાલી રહ્યો છે. 27મી નવેમ્બર સુધી ચાલનારા આ ફૅસ્ટિવલમાં રશિયન ભાષાની જુદીજુદી શૈલીની દસ મહત્ત્વપૂર્ણ ફિલ્મો અૉનલાઈન જોવા મળશે. આ ફિલ્મો દ્વારા રશિયાની સંસ્કૃતિ, પરંપરા અને ભૂભાગનો સુંદર પરિચય  મળશે. બૉલીવૂડના જાણીતા ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલી આ રશિયન ફિલ્મ ફૅસ્ટિવલના ઍમ્બેસેડર છે. તેણે જણાવ્યું હતું કે ભારત અને રશિયાના સાંસ્કૃતિક સંબંધો વર્ષો જૂના છે. આપણા રાજ કપૂર અને મિથુન ચક્રવર્તી જેવાં કલાકારો ત્યાં અત્યંત લોકપ્રિ છે. રશિયન સંગીત અને સંસ્કૃતિ ભારતીય સિનેમાનો અભિન્ન હિસ્સો રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રશિયન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 
રશિયલ ફિલ્મ ફેસ્ટિવલમાં રૉમાન્ટિક, ડ્રામા અને કૉમેડી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આઈસ, આઈસ-2, અૉન ધ ઍજ, અ મૅન ફ્રૉમ પોડૉલ્સ્ક, અધર વુમન, જેટલાગ, ધ રિલેટિવ્સ જેવી ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સ સાથે જોવા મળશે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer