સ્પેશિયલ અૉપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટૉરીનું રોમાચંક એક્સ્ટેન્શન

સ્પેશિયલ અૉપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટૉરીનું રોમાચંક એક્સ્ટેન્શન
નીરજ પાંડેની વૅબસિરીઝ સ્પેશિયલ અૉપ્સની પ્રીકવલ સિરીઝ સ્પેશિયલ અૉપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટૉરી 12મી નવેમ્બરે ડિઝની-હૉટસ્ટાર પર રજૂ થશે. આમાં એજન્ટ હિંમતસિંહના ભૂતકાળની કથા છે અને દર્શકોને એજન્ટ હિંમત સિંહનું પ્રજન કઈ રીતે થયું તેની જાણ થશે. રાજકારણ, તાનાશાહી અને હની ટ્રેપિંગની વચ્ચે ફસાયેલા હિંમતે કઈ રીતે રસ્તો કાઢયો તે જોવું રસપ્રદ બની રહેશે. આ મિની સિરીઝમાં કે કે મેનન  એજન્ટ હિંમતની ભૂમિકા ભજવે છે જ્યારે તેની સાથે આફતાબ શિવદાસાની, ગૌતમી કપૂર, વિનય પાઠક, પરમીત સેઠી, કેપી મુખરજી, ઐશ્વર્ય સુસ્મિતા, શિવ જયોતિ રાજપૂત જેવાં કલાકારો મહત્ત્વના પાત્રોમાં છે. ઍકશનપ્રેમી દર્શકો માટે હિંમતસિંહનું પૂર્વજીવન અને ખાસ તો તે કડક તથા શિસ્તબદ્ધ એજન્ટ કઈ રીતે બન્યો તે જાણવું રોચક રહેશે. સિરીઝનું શૂટિંગ મુંબઈ, દિલ્હી, મલયેશિયા, યુક્રેન અને મૉરેશિયસમાં જુદાં જુદાં સ્થળે થયું છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer