ભારત તરફથી અૉસ્કાર એવૉર્ડ માટે શેરની અને સરદાર ઉધમની પસંદગી

ભારત તરફથી અૉસ્કાર એવૉર્ડ માટે શેરની અને સરદાર ઉધમની પસંદગી
94મા અૉસ્કાર એવૉર્ડ માટે ભારત તરફથી વિદ્યા બાલનની ફિલ્મ શેરની અને વિકી કૌશલની સરદાર ઉધમની પસંદગી કરવામાં આવી છે. આ બંને ફિલ્મો ઓટીટી પર રજૂ કરવામાં આવી હતી. અમિત માસુરકર દિગ્દર્શિત શેરનીમાં વિદ્યાએ માનવ અને વન્ય પ્રાણીની સંઘર્ષને ટાળવાનો પ્રયાસ કરતી વન અધિકારીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેની સાથે શરત સક્સેના, મુકુલ ચઢ્ઢા, વિજય રાઝ, ઈલા અરુણ, બ્રિજેન્દ્ર કાલા અને નિરજ કાબી છે. જ્યારે શૂજીત સરકારની સરદાર ઉધમમાં ક્રાંતિકારી સરદાર ઉધમસિંહના જીવનની કથા છે. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા નિર્દોષોનું વેર લેવાનું ધ્યેય સરદાર ઉધમ ધરાવતા હતા. 2022ની 27 માર્ચે 94મો અૉસ્કાર એવૉર્ડ કાર્યક્રમ યોજાશે. 
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer