નેધર્લેન્ડસ વિ. શ્રીલંકાના બૅટસમૅનો પાસે ફૉર્મવાપસીની તક

નેધર્લેન્ડસ વિ. શ્રીલંકાના બૅટસમૅનો પાસે ફૉર્મવાપસીની તક
શારજાહ, તા.21: સુપર-12માં જગ્યા બનાવી ચૂકેલી શ્રીલંકાની ટીમ પાસે શુક્રવારના આખરી લીગ મેચમાં નેધરલેન્ડસ વિરૂધ્ધ તેમના ટોચના બેટિંગ ક્રમને સુધારો કરવાનો આખરી મોકો હશે. ટી-20 વિશ્વ કપની પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા નામીબિયા અને આયરલેન્ડને હરાવીને સુપર-12 રાઉન્ડમાં જગ્યા બનાવી ચૂકી છે, પણ કુસલ પરેરા અને દિનેશ ચંદિમાલનું ખરાબ બેટિંગ ફોર્મ ટીમની ચિંતાનું કારણ બન્યું છે. તેમની પાસે આખરી લીગ મેચમાં ફોર્મમાં વાપસીની તક રહેશે. શ્રીલંકા પાસે કવોલીફાઇ થવાનું દબાણ નથી. આથી ડચ ટીમ સામે ખુલીને રમી શકે છે. તેના ઝડપી બોલર ચમિકા કરૂણારત્ને અને દુષ્મંત ચામીરાએ અનુશાસિત બોલિંગ કરી છે. સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા સારા ફોર્મમાં છે. તેણે આયરલેન્ડ સામે 71 રનની ઇનિંગ રમી હતી.
બીજી તરફ સુપર-12 રાઉન્ડની રેસમાંથી બહાર થઇ ચૂકેલી નેધરલેન્ડસની ટીમ તેના આખરી લીગ મેચમાં શ્રીલંકા સામે અપસેટ કરીને જીત સાથે વિશ્વ કપમાંથી વિદાય લેવાનું લક્ષ્ય રાખશે. ડચ ટીમમાં ઓપનર મેકસ ઓડાઉડને છોડીને કોઇ પ્રભાવિત કરી શકયું નથી. અનુભવી રિયાન ટેન ડોઇશેનું ખરાબ ફોર્મ ટીમને નડી રહ્યં છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer