જેએસડબ્લ્યુ સ્ટીલનો એકત્રિત ચોખ્ખો નફો ચાર ગણો ઊછળી રૂ.7179 કરોડ થયો

જેએસડબ્લ્યુ સ્ટીલનો એકત્રિત ચોખ્ખો નફો ચાર ગણો ઊછળી રૂ.7179 કરોડ થયો
આવક વધવાથી નફામાં વૃદ્ધિ
મુંબઈ, તા. 21 : જેએસડબ્લ્યુ સ્ટીલનો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો ચાર ગણો ઊછળી 
રૂ.7,179 કરોડ થયો છે. વધુ આવકના કારણે કંપનીએ તેના ત્રિમાસિક નફામાં આટલો મોટો વધારો નોંધાવ્યો છે.
કંપનીએ બીએસઇને આપેલી માહિતી મુજબ જુલાઇ - સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ.1595 કરોડનો ચોખ્ખો એકત્રિત નફો કર્યે હતો. 
કંપનીની કુલ આવક આ ગાળામાં વાર્ષિક ધોરણે વધીને રૂ.33,449 કરોડ થઇ છે જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.19,416 કરોડ હતી.
જોકે, કંપનીનો ખર્ચ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં પાછલા વર્ષની તુલનાએ રૂ.16,958 કરોડથી વધીને 24,261 કરોડ થયો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ 13 અબજ ડૉલરનું મૂલ્યાંકન ધરાવતા જેએસડબ્લ્યુ ગ્રુપની અગ્રણી કંપની છે. જે સ્ટીલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, સ્પોર્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer