મુંબઈમાં 26મીએ અને 27મીએ કેટલાક વિસ્તારોમાં પાણી નહીં મળે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈ મહાપાલિકા દ્વારા પવઇમાં 1800 મિમીના તાનસાની પાઇપલાઇનના ગળતરનું સમારકામ મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી હાથ ધરાવાનું છે. આ સમયગાળા દરમિયાન `કે (પૂર્વ)', એસ, જી (ઉત્તર), એચ (પૂર્વ) વૉર્ડના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠો પૂર્ણપણે બંધ રહેશે. 
જેમાં `એસ' વૉર્ડમાં ફિલ્ટરપાડા, જયભીમ નગર, બેસ્ટ નગર, આરે રોડ અને પરિસર, `કે (પૂર્વ)' વૉર્ડમાં ઓમ નગર, રાજસ્થાન સોસાયટી, સાઇ નગર, સહાર ગાવ, સુભાષ નગર, એમઆઇડીસી, ટ્રાન્સ એપાર્ટમેન્ટ, ઉપાધ્યાય નગર, કોંડીવાડા, ઠાકુર ચાલ, ભવાની નગર, દુર્ગા પાડા, શિપ્ઝ, ઇન્ટરનેશનલ ઍરપોર્ટ, વિજય નગર, મરોળ, મરોળ ગાંવ, ચર્ચ રોડ, કદમવાડી, ભંડારવાડા, `એચ (પૂર્વ)' વૉર્ડમાં બાંદરા ટર્મિનસ, `જી (ઉત્તર)' વૉર્ડમાં ધારાવી, એ કે જી નગર, ગણેશ મંદિર રોડ, પ્રેમ નગર, નાઇક નગર, માટુંગા લેબર કેમ્પ, 90 ફિટ રોડ, એમ જી માર્ગ અને સંત ગોરાકુંભાર માર્ગનો સમાવેશ થાય છે.

Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer