તાતા હેલ્થનું દેશવ્યાપી ડિજિટલ હેલ્થ પ્લૅટફૉર્મ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : તાતા ગ્રુપની ડિજિટલ હેલ્થ કંપની તાતા હેલ્થે આજે એના ડિજિટલ હેલ્થ પ્લૅટફૉર્મની ભારતભરમાં ઉપલબ્ધતાની જાહેરાત કરી હતી. બેંગલુરુમાં લૉન્ચ કરાયેલી અૉનલાઇન કન્સલ્ટેશન ઍપથી છ લાખથી વધુ લોકોને લાભ મળ્યો હતો. તાતા હેલ્થ ફિઝિશિયન્સ અને સ્પેશિયાલિસ્ટના બહોળા નેટવર્ક દ્વારા તાત્કાલિક સર્વિસ પૂરી પાડે છે. જે એપોઇન્મેન્ટની રાહ જોયા વિના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા માટે દરદી તાત્કાલિક તબીબી સહાય મેળવી શકે છે. ઍપ પર 15થી વધારે સ્પેશિયાલિટીઝમાં સ્પેશિયાલિસ્ટ્સ અને સુપર-સ્પેશિયાલિસ્ટ તથા જનરલ મેડિસિન ડૉક્ટર્સ 24ડ7 ઉપલબ્ધ છે.
કન્સલ્ટેશન માટે ઉપલબ્ધ સ્પેશિયાલિટીઝમાં જનરલ મેડિસિન, ગાયનેકોલૉજિસ્ટ, પીડિયાટ્રિક્સ,  ડર્મેટોલોજી, સાઇકિયાટ્રી, ઇએનટી, ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલૉજી, ડાયાબેટોલૉજી, ગેસ્ટ્રોએન્ટેરોલૉજી, પલ્મોનોલૉજી, સાઇકોલૉજી, નેફ્રોલૉજી, ન્યુટ્રશિન કાઉન્સેલિંગ, કોવિડ કન્સલ્ટેશન વગેરે ઉપલબ્ધ છે. તાતા હેલ્થ પ્લૅટફૉર્મ વેબસાઇટ https://www.tatahealth.com/ પર ઉપલબ્ધ છે તો તાતા હેલ્થ ઍપ ડાઉનલૉડ કરી પણ આ સેવાનો લાભ લઈ શકાય છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer