ચીનમાં નવો કાયદો બાળકોના ખરાબ વર્તનની સજા વાલીઓને

નવી દિલ્હી, તા.21 : ચીન એવો કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં બાળકોની ભૂલ કે ખરાબ વર્તન માટે તેમનાં માતા-પિતાને દોષી ગણાવાશે. ચીનની સંસદ શિક્ષા સંવર્ધન કાયદો એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જેમાં માતા પિતા પોતાના બાળકોનાં ખરાબ વર્તન માટે જવાબદાર ગણાશે. 
અહેવાલ અનુસાર જો કાયદો મંજૂર થાય તો માતા પિતાને પોતાના બાળકોની ભૂલો માટે દંડ આપવામાં આવશે. આ પ્રસ્તાવ ફેમિલી એજ્યુકેશન પ્રમોશન લોનો છે, જેના પર આ સપ્તાહે નેશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્ટેડિંગ કમિટીમાં ચર્ચા થવાની બાકી છે. પ્રસ્તાવિત નિયમ બાળકોને આરામ કરવા અને વ્યાયામ કરવા માટે અલગ અલગ સમય ફાળવવાની વાત જણાવે છે. પ્રવકતા જાંગ તવેઇએ જણાવ્યું હતું કે બાળકો અનેક કારણોને પગલે ખોટા કામને અંજામ આપતા હોય છે. જેનું મુખ્ય કારણ પરિવારમાં શિક્ષાનો અભાવ છે. અહેવાલ મુજબ ડ્રાફટમાં જણાવાયું છે કે બાળકોમાં વરિષ્ઠોનું સન્માન અને તેમની સારસંભાળ રાખવાની વાત જણાવાઇ છે. જેના પર કામ ચાલી રહ્યું છે. હાલમાં જ ચીનના બાળકોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને અૉનલાઇન ગેમ રમવા માટે ગાઇડલાઇન્સ તૈયાર કરાઇ છે. 
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer