યુપીમાં યુવતીઓને સ્માર્ટ ફોન, સ્કૂટીનું કૉંગ્રેસનું ચૂંટણી વચન

નવી દિલ્હી, તા.ર1 : કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને ફાળવવાનું એલાન કર્યા બાદ બીજી મોટી જાહેરાત કરી છે કે જો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવી તો યુવતીઓને સ્માર્ટફોન અને ઈલેકટ્રીક સ્કૂટીની ભેટ આપશે.
પ્રિયંકાએ ગુરૂવારે ટ્વિટ કર્યું કે હું કેટલીક છાત્રાઓને મળી, તેમણે કહ્યું કે તેમને અભ્યાસ અને સુરક્ષા માટે સ્માર્ટફોનની જરૂર છે. મને ખુશી છે કે ઘોષણા પત્ર સમિતિની સહમતિથી, ઈન્ટરમીડિયેટ પાસ કરનારી છાત્રાઓને સ્માર્ટ ફોન અને સ્નાતક પાસ કરનારી છાત્રાઓને ઈલેકટ્રીક સ્કૂટી આપવાનો આજે યુપી કોંગ્રેસે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ યુપીમાં 1989થી સત્તાથી બહાર છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer