ઉત્તરાખંડ હોનારતનો મૃત્યુઆંક 62

ચાર પર્યટક, ત્રણ કૂલીના મૃતદેહ મળ્યા : ગ્લેશિયરમાં હજુ 54 ફસાયેલા
દેહરાદૂન, તા.21 : ઉત્તરાખંડમાં વરસાદી કહેરમાં વધુ 4 પર્યટકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 62ને આંબી ગયો છે. બાગેશ્વર જિલ્લાના પિંડારી, સંદરઢૂંગા અને કફની ગ્લેશિયર ક્ષેત્રમાં પ4 પર્યટકો ફસાયેલા છે જેમને બહાર કાઢવા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 
ગ્લેશિયર ક્ષેત્રમાં ટ્રેકિંગ માટે ગયેલા પર્યટકોમાં 4ના મૃતદેહ મળ્યા છે જ્યારે બે હજુ લાપત્તા છે. કફનીમાં 20 ગ્રામીણો હજુ ફસાયેલા છે. પિંડારી તરફ બે રેસ્કયૂ ટીમ મોકલવામાં આવી છે. ઉત્તરાખંડમાં 17 થી 19 ઓકટોબર દરમિયાન ભારે વરસાદને કારણે જળ હોનારત સર્જાઈ હતી.  
અસરગ્રસ્ત વિસ્તારોમાં આઈટીબીપીની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળેલા 3 કુલી (પોર્ટર) ના બુધવારે મૃતદેહ મળી આવ્યા હતા. આ કુલીઓ લાપત્તા હતા. હિમવર્ષા ચાલુ હતી અને પરત ફરતી વખતે તેઓ રસ્તો ભૂલી ગયા અને આઈટીબીપીની ટીમથી વિખૂટા પડી ગયા હતા.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer