સ્વદેશી અને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓએ કોરોના સામેના જંગમાં કેટલું દાન આપ્યું?

ભારતીય કંપનીઓ મોખરે, વિદેશી કંપનીઓનું નહીંવત યોગદાન
નવી દિલ્હી, તા. 21 : વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાયા બાદ સ્વદેશી ધનકુબેરોએ પોતાનો ખજાનો ખુલ્લો મૂકયો હતો, જેમાં સૌથી વધુ દાન તાતા જૂથે 1500 કરોડ રૂપિયાનું આપ્યું છે. વડા પ્રધાન રાહત ભંડોળમાં જમા થયેલા સ્વદેશી ધનકુબેરોનાં દાનની રકમ પર એક નજર ફેરવીએ.
તાતા : 1500 કરોડ, આઇટીસી : 150 કરોડ, હિંદુસ્તાન યુનિલીવર : 100 કરોડ, વેદાંતા (અનિલ અગ્રવાલ) : 100 કરોડ, હિરો સાઇકલ : 100 કરોડ, બજાજ ગ્રુપ : 100 કરોડ, શિર્ડી સાઇ મંદિર : 51 કરોડ, બીસીસીઆઇ : 51 કરોડ, સીઆરપીએફ : 33 કરોડ, અક્ષય કુમાર : 25 કરોડ, સન ફાર્મા : 25 કરોડ, ઓલા : 20 કરોડ, પેટીએમ : પાંચ કરોડ અને હેન્ડવોશ, મુકેશ અંબાણી : 500 કરોડ અને હોસ્પિટલ, અદાણી ગ્રુપ : 500 કરોડ, આનંદ મહિન્દ્રા : હોટલ્સ અને વેન્ટિલેટર્સ, અભિનેતા ચિરંજીવી : ચાર કરોડ અને ઓકિસજન બૅન્ક, પ્રભાસ : ચાર કરોડ, માઇક્રોસોફટ (નંડેલા) : બે કરોડ, અનિતા ડોંગરે : દોઢ કરોડ, અલ્લુ અર્જુન : 1.25 કરોડ, રામ ચરણ : 1.40 કરોડ, સોમનાથ મંદિર ટ્રસ્ટ : એક કરોડ, પવન કલ્યાણ : બે કરોડ, મહેશ બાબુ : એક કરોડ, હેમા માલિની : એક કરોડ, બાલા કૃષ્ણ : એક કરોડ, જુનિયર એનટીઆર : 75 લાખ, સુરેશ રૈના : 52 લાખ, સચીન તેંડુલકર : 52 લાખ, સની દેઓલ : 50 લાખ, કપિલ શર્મા, 50 લાખ, રજનીકાંત : 50 લાખ, સૌરવ ગાંગુલી : 50 લાખ, સરકારી કર્મચારીઓ - એકથી પાંચ દિવસની સેલેરી અને અન્ય ઘણા મહાનુભાવોએ દાન કર્યું હતું. 
જ્યારે વિદેશી કંપનીઓએ પોતાના નફો જ જોયો હતો અને નહીંવત દાન કર્યું હતું જેમાં સબ વે, પિત્ઝા હટ, ડોમિનોઝ, મેકડોનાલ્ડસ, બર્ગર કિંગ, બરિસ્તા, બાર્બેક નેશન, કેએફસી, ફિલપકાર્ટ, એમેઝોન, મંત્રા, રેડિફ, સ્નેપડીલ, હુંડાઇ, હોન્ડા, કિયા, વોકસવેગન, મારુતિ સુઝુકી, બીએમડબ્લ્યુ, આઉડી, મર્સિડિઝનો સમાવેશ થાય છે. 
તાત્પર્ય એ છે કે ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપો અને વિદેશી કંપનીઓ પાસેથી ઉત્પાદકો લેવાનું ટાળો. દેશની કંપનીઓ જ સંકટ સમયે વહારે આવી છે, એવી લોકલાગણી છે. 
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer