પેટ્રોલ-ડીઝલ વિમાનનાં બળતણથી 30 ટકા મોંઘાં

નવીદિલ્હી,તા.21: પેટ્રોલ-ડીઝલનાં ભાવ રોજ નવી ઉંચાઈ અને નવા વિક્રમો સર કરી રહ્યાં છે. હાલત એવી થઈ ગઈ છે કે, વાહનોનું ઇંધણ હવે વિમાન ઈંધણ એટલે કે એટીએફ કરતાં પણ 30 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં આજે પણ 35-35 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં તેજી છે અને તેની અસરતળે ભારતમાં સરકારી નિયંત્રણમાંથી મુક્ત ભાવો બેલગામ બની ગયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રોજેરોજ આમઆદમીને નાના-નાના ઝટકા આપી રહી છે. 

Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer