પરમબીર વિરુદ્ધ ખંડણી કેસ : હવાલા ઓપરેટર પટેલની ધરપકડ

મુંબઈ, તા. 21 : મુંબઈ પોલીસે શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ નોંધાવાયેલા ખંડણી મામલે ગુજરાતથી હવાલા અૉપરેટર અલ્પેશ પટેલ (42)ની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મંગળવારે મુંબઈ પોલીસની ગુના શાખાની યુનિટ 11ની ટીમે ગુજરાતના મહેસાણાથી પટેલની ધરપકડ કરી હતી. ગોરેગામ પોલીસ સ્ટેશનમાં બિમલ અગ્રવાલે નોંધાવેલી ખંડણીની ફરિયાદની તપાસમાં પટેલની સંડોવણી સામે આવ્યા બાદ તેની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી હતી.
બુધવારે પટેલને અદાલતમાં હાજર કરાયા બાદ તેને શુક્રવાર સુધી પોલીસ કસ્ટડી અપાઇ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેના પોલીસ સ્ટેશનોમાં ખંડણીના કેસ નોંધાયેલા છે. આઇપીએસ અધિકારી સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યૂ કરાઇ છે પરંતુ તપાસ એજન્સી હજી સુધી તેમને શોધવામાં અસમર્થ રહી છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer