તહેવારોની મોસમમાં હવાઇયાત્રામોંઘી : ભાડાં 45 ટકા સુધી વધ્યાં

નવી દિલ્હી, તા. 21 : દિવાળીથી પહેલાં હાઇ ફ્રિક્વન્સી ફલાઇટ રૂટ પર હવાઇ ભાડાંમાં વધારો જોવામાં આવી રહ્યો છે. ભારે માંગના કારણે વાર્ષિક આધારે આ વધારો 30થી 45 ટકાનો છે.
ટ્રાવેલ વેબસાઇટ ઇક્સીગો અનુસાર મુંબઇ-દિલ્હી અને મુંબઇ-કોલકાતા સહિત બુક કરવામાં આવેલા નવા ટોચના દસ રૂટ પર એરવેઝ વન-વે ઇકોનોમી વર્ગનું ભાડું વાર્ષિક આધારે 30 ટકા વધુ છે. બેંગ્લોર-કોલકાતા રૂટ પર એ 40 ટકા અને દિલ્હી-કોલકાતા રૂટ પર આ વધારો 45 ટકાથી વધુ છે.
જો કે, દિલ્હી-પટના અને બેંગ્લોર-પટના રૂટ પર ભાડું વાર્ષિક આધારે 25 ટકા ઓછું છે. ગત વર્ષની સરખામણીમાં ટ્રેનોની ઉપલબ્ધતા પટના માટે ભાડાંમાં ઘટાડાનું એક કારણ છે. સરખામણી માટે ઉપયોગમાં કરવામાં આવેલું ભાડું દિવાળીથી 22-25 દિવસ પહેલાંનું છે.
એક માધ્યમના હેવાલ મુજબ ઇક્સીગોના સ્થાપક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રસીકરણની સાથે લોકોને પ્રવાસ વિશ્વાસ વધ્યો છે. જેનાથી એડવાન્સ પરચેઝ પેટર્નમાં બદલાવ આવ્યો છે. 30 દિવસ પછીની યાત્રા માટે ઓક્ટોબરમાં બુકિંગ વધી છે.
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer