કોરોનાના કેસમાં ફરી ઉછાળો

કોરોનાના કેસમાં ફરી ઉછાળો
દેશમાં નવા 18,454 સંક્રમિતો,  સક્રિય કેસો ઘટીને 0.52 ટકા
નવી દિલ્હી, તા. 21 :  ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 18,454 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,41,27,450 થઈ ગઈ છે. આ સાથે,  સારવાર હેઠળ ના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,78,831 થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા નવા આંક અનુસાર, ચેપને કારણે 160 વધુ લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 4,52,811 થઈ ગઇ છે. 
દેશમાં સતત 27 દિવસોથી, કોવિડ -19 ના દૈનિક કેસ 30 હજારથી ઓછા છે અને 116 દિવસોથી 50 હજારથી ઓછા નવા દૈનિક કેસ નોંધાયા છે. 
દેશમાં કોવિડ -19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,78,831 થઈ ગઈ છે, જે કુલ કેસોના 0.52 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.
છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં 733 નો વધારો નોંધાયો છે. દર્દીઓનો   રિકવરી રેટ 98.15 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. 
Published on: Fri, 22 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer