હિન્દુ-શીખને લડાવવાનો કારસો વડા પ્રધાને નિષ્ફળ બનાવ્યો

શ્રી અકાલ તખ્તના જત્થેદાર હરપ્રીતનો દાવો 
ચંડીગઢ, તા. 21 :વડાપ્રધાનનાં કૃષિ કાયદા પાછા ખેંચવાનાં એલાન પર શ્રી અકાલ તખ્તસાહેબના જત્થેદાર જ્ઞાની હરપ્રીતસિંહ મોટું નિવેદન કરતાં એવો આક્ષેપ કર્યો છે કે, કિસાન આંદોલનની આડમાં શીખો અને હિન્દુઓ વચ્ચે લડાઈ કરાવવાનું ષડયંત્ર રચાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેંસલાથી આવું ષડયંત્ર રચનારાઓના મનસુબા નાકામ થઈ ગયા, તેવું કહેતાં હરપ્રીતસિંહે મોદી, ભારત સરકાર તેમજ કેબિનેટનો આભાર માન્યો હતો. જત્થેદારે જણાવ્યું હતું કે, કાયદા પાછા ખેંચવાનાં એલાનથી એક મોટી રાષ્ટ્રીય આફત ટળી ગઈ છે. 

Published on: Mon, 22 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer