ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીપદે વિનોદ તાવડે નિમાયા

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીપદે વિનોદ તાવડે નિમાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન અને બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડેને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. અત્યારસુધી તેઓ રાષ્ટ્રીય મંત્રી હતા.
વિનોદ તાવડેએ ભાજપની વિદ્યાર્થી પાંખ - અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ અભાવિપના રાષ્ટ્રીય મહામંત્રીપદ સુધી પહોચ્યા હતા. તેમણે ભાજપના મહારાષ્ટ્ર એકમના મંત્રી તરીકે ઉત્તર મહારાષ્ટ્રમાં સંગઠન સચિવ તરીકે કામ સંભાવ્યું હતું. બાદમાં તેઓ મહારાષ્ટ્ર એકમના મહામંત્રી બન્યા હતા. તેઓએ ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાન અપાયું પછી ખાલી પડેલી મહામંત્રીના હોદ્દા માટે તાવડેની પસંદગી થઈ છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે આ તાવડેની બઢતીને અગત્યની માનવામાં આવે છે.

Published on: Mon, 22 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer