સત્યમેવ જયતે-2માં દેશી એવેન્જર્સ છે: જોન અબ્રાહમ

સત્યમેવ જયતે-2માં દેશી એવેન્જર્સ છે: જોન અબ્રાહમ
જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-2 રજૂ થવાની તૈયારીમાં છેર્મિલાપ ઝવેરી દિગ્દર્શિત આ ફિલ્મમાં જોનની સાથે દિવ્યા ખોસલા કુમાર છે. જોને આ ફિલ્મમાં પોતાના પાત્રોની માર્વેલ સ્ટુડિયોના એવેન્જર્સ સાથે તુલના કરી હતી. માર્વેલ સ્ટુડિયો સુપરહીરો યુનિવર્સ માટે જાણીતું છે. આયર્ન મૅન, હલ્ક, કૅફ્ટન અમેરિકા, બ્લેક વિડો જેવા પાત્રો અત્યંત જાણીતા છે. તેનું જોઈને બૉલીવૂડના ફિલ્મમેકરોએ પણ તેની નકલ કરવાની શરૂ કરી છે. 
સત્યમેવ જયતે -2નું ટ્રેલર જોઈને કેટલાક ચાહકોએ લખ્યું હતું કે, હલ્કની જોનની સાથે બદલી કરવી જોઈએ. આના પ્રત્યુત્તરમાં જોને કહ્યું હતું કે, માર્વેલ સ્ટુડિયોને ખબર નથી કે અમે અમારા હલ્કનું સર્જન કર્યું છે. સત્યમેવ જયતે-2માં અમે દેશી એવેન્જર્સનું નિર્માણ કર્યું છે. દરેક સુપરહીરોને મારી સાથે બદલી કરી શકાશે. 
નોંધનીય છે કે સત્યમેવ જયતે-2માં જોન એક કે બે નહીં પણ ત્રણ પાત્રો ભજવે છે. જોન અને દિવ્યા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. જોકે, તેની ટક્કર સલમાન ખાન અને આયુષ શર્માની અંતિમ સાથે થશે.
Published on: Tue, 23 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer