જામનગરના બેડી નજીકથી રૂ. 10 કરોડનું બે કિલો હેરોઈન જપ્ત; બેની ધરપકડ

જામનગર, તા.22 : એટીએસ દ્વારા તાજેતરમાં જ એનડીપીએસના નોંધવામાં આવેલા ગુનામાં રિમાન્ડ પર રહેલા શખસોની પૂછપરછમાં મળેલી સ્ફોટક માહિતીના આધારે એટીએસે જામનગરની સ્થાનિક પોલીસને સાથે રાખી બેડી વિસ્તારમાંથી બે શખસોને રૂ.10 કરોડની અંદાજીત કિંમતના બે કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.
એ.ટી.એસે. ગત તા.21-11-2021ના રોજ થર્ડ.ગુ.ર.નં.5/2021ના કામે વધુ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ તથા તેઓના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ.આ પકડાયેલ આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી સ.ઓ.અકબર જાતે નોડે, (ઉ.35) રહે.જોડિયા, મોટાવાસ બંદર રોડ, તા.જોડિયા, જી.જામનગરવાળાએ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઈ પટેલીયાની સાથે બોટ લઈ જખૌના દરીયામાંથી હેરોઈનનો જથ્થો લાવેલ હતો.આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમ હાજીનાએ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવતા એટીએસની ટીમે લોકલ પોલીસને સાથે રાખી રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કિલો હેરોઈનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કરેલ છે જેની કિંમત આશરે રૂ.10 કરોડની થાય છે.એટીએસ આ અંગે વધુ તપાસ ચાલુ કરેલ છે.
Published on: Tue, 23 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer