કોરોના : નવા સંક્રમિતો 538 દિવસના તળિયે

8,488 સંક્રમિતો સામે 12,510 સાજા
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં સોમવારે નવા દર્દી 538 દિવસમાં સૌથી ઓછા આવ્યા હતા, તો સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યા 1.20  લાખની  નીચે  આવી  ગઈ છે. દેશમાં આજે 17 મહિના જેટલા લાંબા ગાળા બાદ 10 હજારથી ઓછા 8,488 નવા સંક્રમિતો સામે આવ્યા હતા. કુલ દર્દીઓની સંખ્યા 3,45,18,901 થઈ ગઈ છે.
ભારતમાં સોમવારે વધુ 249 સંક્રમિતો કોરોનાનો કોળિયો બની જતાં કુલ 4,65,911  દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.
આજે વધુ 4,271 કેસના મોટા ઘટાડા બાદ કુલ 1,18,443 સંક્રમિતો સારવાર હેઠળ છે. સક્રિય કેસોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
દેશના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 12,510 દર્દીઓએ ચીની વાયરસની ચુંગાલમાંથી છૂટકારો મેળવતાં કુલ 3,39,34,547 દર્દીઓ સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે.
સાજા થતા દર્દીઓનો દર અર્થાત રિક્વરી રેટ વધીને 98.31ટકા થઈ ગયો હતો, તો સંક્રમણનો દૈનિક દર 1.08 ટકા થયો હતો.
દેશમાં અત્યાર સુધી 116.87 કરોડ લોકોને કોરોના સંક્રમણ સામે સુરક્ષા કવચ સમાન રસી મળી ચૂકી છે.
Published on: Tue, 23 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer