સંસદના અધિવેશનમાં ક્રિપ્ટોકરન્સીનો ખરડો આવશે

મુંબઈ, તા.23 : 29મી નવેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં સરકારે કાયદાકીય બિઝનેસ યોજનામાં ક્રિપ્ટોકરન્સી ખરડાનો સમાવેશ કર્યો છે. સંસદના સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021ને યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) લાંબા સમયથી આ ડિજિટલ કરન્સીને અધિકૃત કરવા માટે કામ કરી રહી હતી. સરકારે કહ્યું કે સૂચિત ખરડામાં ભારતમાં દરેક પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.   છેલ્લા લાંબા સમયથી ઉદ્યોગ અને સરકાર વચ્ચે ક્રિપ્ટોકરન્સીને લિસ્ટ કરવા બાબતે ઘણી માટિંગો થઈ હતી. એક અંદાજ મુજબ ભારતમાં 1.5 કરોડ ક્રિપ્ટોકરન્સી યુઝર્સ છે જેમની કુલ અસ્ક્યામત છ બજ ડૉલરથી પણ વધુ છે.  થોડાક દિવસ પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દરેક લોકશાહી દેશોએ ક્રિપ્ટોકરન્સી બાબતે આગળ આવીને કામ કરવુ જોઈએ જેથી યુવાઓ સુરક્ષિત રહે. આરબીઆઈ પણ પહેલાથી જ ક્રિપ્ટોકરન્સી બાબતે ચિંતા વ્યક્ત કરીને નાણાકીય પ્રણાલી માટે જોખમકારક જ ગણાવે છે. 
Published on: Wed, 24 Nov 2021

© 2022 Saurashtra Trust