પ. રેલવેની આરપીએફે સુરત અને બોરીવલીથી ચોરોને પકડયા

પ. રેલવેની આરપીએફે સુરત અને બોરીવલીથી ચોરોને પકડયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : પશ્ચિમ રેલવેની આરપીએફ (રેલવે સુરક્ષા બળ)એ સુરત સ્ટેશન પર એક ચોરને પકડયો હતો અને સીસીટીવીની ફુટેજની મદદથી બોરીવલી સ્ટેશન પર એક લૂંટારુને પકડી પાડયો હતો.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી અખબારી યાદી મુજબ 23 નવેમ્બરના 1.30 કલાકે બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3ના પુલ પર એક લૂંટનો બનાવ બન્યો હતો. જેવી આની જાણ આરપીએફને થઈ શકે તરત જ સીસીટીવીના ફુટેજનું અવલોકન કરવામાં આવ્યું હતું, જેમાં એક શંકાસ્પદ શખસને ઓળખી કાઢવામાં આવ્યો હતો. રાતભર બોરીવલી સ્ટેશનની આસપાસ નિગરાની રાખવામાં આવી હતી અને 24 નવેમ્બરના બોરીવલી સ્ટેશનના પૂર્વ તરફના પરિસરમાંથી સંદિગ્ધને પકડી પાડવામાં આવ્યો હતો. જેનું નામ ઉત્તમ ઉપાડે છે અને તેની ઉંમર 19 વર્ષની છે. વધુ તપાસ જીઆરપી બોરીવલી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer