વરુણ ધવનનો ભેડિયા અવતાર

વરુણ ધવનનો ભેડિયા અવતાર
બૉલીવૂડ સ્ટાર વુરણ ધવનની બહુચર્ચિત ફિલ્મ ભેડિયાનું પૉસ્ટર રીલિઝ થયું છે, જેમાં તેનો લૂક એકદમ અલગ જ છે.  આ ફિલ્મમાં વરુણની સાથે કીર્તિ સેનન છે. અમર કૌશિક દિગ્દર્શિત આ ફિલ્મમાં વિઝયુઅલ ઈફેક્ટસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે હૉલીવૂડના વિઝયુઅલ ઈફેક્ટ નિષ્ણાત મિ. એક્સની મદદ લેવામાં આવી છે. ભેડિયાના નિર્માતા દિનેશ વિજને જણાવ્યું હતું કે, સિનેમા ઈતિહાસના વિઝયુઅલ ઇફેકટના માસ્ટર મિસ્ટર એક્સ છે. અમે ભેડિયાની સંકલ્પના વિચારી ત્યારથી મારા મનમાં તેમને લેવાનું હતું.  ફિલ્મમાં વિઝયુઅલ ઈફેક્ટની મદદથી અગાઉ કયારેય નહીં જોયું હોય એવા જગતનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ આવતા વર્ષની 25 નવેમ્બરે રજૂ થશે. ફિલ્મના લેખક નેશનલ એવૉર્ડ વિજેતા નિરેન ભટ્ટ છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer