પીવી સિંધુ ઈન્ડોનેશિયા અૉપનની કવાર્ટર ફાઇનલમાં

પીવી સિંધુ ઈન્ડોનેશિયા અૉપનની કવાર્ટર ફાઇનલમાં
બાલી, તા.25: ટોચની ભારતીય શટલર અને વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ આજે અહીં જર્મન ખેલાડી યુવોને લી સામે બે સીધા સેટમાં જીત મેળવીને ઇન્ડોનેશિયા ઓપન-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્રીજા ક્રમની પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં ત્રણ ગેમના અંતે સંઘર્ષપૂર્ણ જીત મેળવી હતી, પણ આજે બીજા રાઉન્ડમાં દુનિયાની 26મા નંબરની ખેલાડી યુવોને લી વિરૂધ્ધ ફકત 37 મિનિટમાં 21-12 અને 21-18થી શાનદાર વિજય હાંસલ કર્યોં હતો. કવાર્ટર ફાઇનલમાં પીવી સિંધુનો સામનો સ્પેનની બિટ્રિસ કોરાલેસ અને દ. કોરિયાની સિમ યુજિન વચ્ચે રમાનાર બીજા રાઉન્ડની વિજેતા ખેલાડી સામે થશે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer