ફરી ચન્ની સામે સિદ્ધુનો મોરચો

ચંદીગઢ, તા.25: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસમાં કોહરામ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે ફરીથી ખેંચતાણ થઈ ગઈ છે. સિદ્ધુએ ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો રાજ્ય સરકાર ડ્રગ્સનો રિપોર્ટ જારી નહીં કરે તો તેઓ પોતાની જ સરકારની વિરુદ્ધ ભૂખ હડતાળ ઉપર બેસી જશે. પંજાબમાં લાખો યુવકો ડ્રગ્સથી બરબાદ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર ડ્રગ્સ સંબંધિત રિપોર્ટ જારી નહીં કરે તો પોતે ભૂખ હડતાળ શરૂ કરશે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer