મુંબઈમાં 33,108 ટેસ્ટમાં મળ્યા 179 કોરોના સંક્રમિતો

મુંબઈમાં 33,108 ટેસ્ટમાં મળ્યા 179 કોરોના સંક્રમિતો
મહારાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે 1000થી ઓછા દરદીઓ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 179 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,61,955 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 2364 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
બુધવારે મુંબઈમાંથી 258, મંગળવારે 196, સોમવારે 176 અને રવિવારે 213 નવા દરદી મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં ચાર કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,319 પર પહોંચી ગયો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 162 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 2616 દિવસનો થઈ ગયો છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 33,108  ટેસ્ટ કરવામાં આવી હતી. 
મહારાષ્ટ્રમાંથી ગુરુવારે કોરોનાના નવા 848 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,33,105 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 9,187 દરદી સારવાર હેઠળ છે. 
બુધવારે રાજ્યમાંથી 960, મંગળવારે 766, સોમવારે 656 અને રવિવારે 845 નવા કેસ મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 50 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા.  
કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 23 નવા કેસ મળ્યા 
ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 14 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 41 નવા દરદી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 20, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 23, ઉલ્હાસનગરમાંથી એક, ભિવંડી-નિઝામપુરમાંથી એક, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 14, પાલઘર જિલ્લામાંથી એક, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 14, રાયગઢ જિલ્લામાંથી 19 અને પનવેલ શહેરમાંથી 17 નવા કેસ મળ્યા હતા.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer