મેં પાત્ર માટે મુંડન કરાવવાનો વિચાર કયારેય નહોતો કર્યો : વિશાલ ચૌધરી

મેં પાત્ર માટે મુંડન કરાવવાનો વિચાર કયારેય નહોતો કર્યો : વિશાલ ચૌધરી
મરાઠા સામ્રાજયની મહાન મહિલા કાશીબાઈ બાજીરાવ બલ્લાલના જીવન પર આધારિત સિરિયલ ઝી ટીવી પર શરૂ થઈ છે. સિરિયલના દરેક પાત્રએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં અભિનેતા વિશાલ ચૌધરી કાશીબાઈના ભાઈ બાજીરાવ જોશીનું પાત્ર ભજવે છે. બાજીરાવ જોશી સ્વભાવે બળવાખોર છે. તેણે પરિવારની શ્રીમંતાઈ અને ભવ્યતા તારારાની માટે છોડી દીધી જે શાહુમહારાજની વિરોધી હોવાથી તે પરિવારથી વિરુદ્ધ ગયો હતો. પરંતુ કાશી અને માતાને પ્રેમ કરતો હોય છે. વિશાલ આ પાત્ર ભજવવા માટે કોઈ કસર છોડતો નથી. તેણે પાત્રની અધિકૃતતા માટે મુંડન કરાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે, હું મૉડેલિંગ બેકગ્રાઉન્ડ ધરાવતો હોવાથી  વાળ ઉતરાવવાનો તો વિચાર પણ ન આવે. પરંતુ હું એક સશખ્ત પાત્રની શોધમાં હતો અને બાજીરાવનું પાત્ર મને અૉફર કરવામાં આવ્યું. આથી મેં આ તક ન છોડવા માટે અને પાત્રને વધુ અધિકૃતતા આપવા માટે મુંડન કરાવવાનો નિર્ણય કર્યો હતો. હવે મને લાગે છે કે મારો આ નિર્ણય સાચો હતો. 
કાશીબાઈ બાજીરાવ બલ્લાલ સિરિયલના આગામી એપિસોડમાં શિવુબાઈ અને ભવાનીબાઈ કાશીબાઈના જીવનમાં અવરોધક બની રહ્યા છે તેમ છતાં પણ કાશી અને બાજીરાવ એકમેકને મળી શકશે કે કેમ તે જોવું રહ્યું.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust