બિયોન્ડ ધ સ્ટારમાં સલમાન ખાનના જીવનને પ્રમાણિક અને હળવીશૈલીમાં દર્શાવાયું છે

બિયોન્ડ ધ સ્ટારમાં  સલમાન ખાનના જીવનને પ્રમાણિક અને હળવીશૈલીમાં દર્શાવાયું છે
બૉલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના જીવન પરથી ડૉક્યુ-સીરિઝ બિયોન્ડ ધ સ્ટાર બની રહી છે. આ સીરિઝમાં પ્રમાણિક અને મસ્તીમજાક કરતો સલમાન દર્શાવાયો છે. આમાં તેનો અભિનય કારકિર્દીની શરૂઆતથી સુપરસ્ટાર સુધીનો પ્રવાસ, પરિવારજનો તથા મિત્રો સાથેના સંબંધો અને તેની સાથે જોડાયેલા વિવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના મિત્રો, પરિવારજનો તથા સહકલાકારોએ સલમાનના જીવન વિશે જણાવ્યું છે. 
સલમાનની વિદેશી મિત્ર અને રૉમેનિયન અદાકારા-મૉડેલ લુલિયા વન્ટુરે તેની 33 વર્ષની કારકિર્દી પરથી ડૉક્યુ-સીરિઝ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. આ સીરિઝના દિગ્દર્શક વિરાફ સરકારી છે અને તેમણે સલમાનને સુપરસ્ટાર બનાવવામાં  સહાય કરનારાઓ વિશે જણાવ્યું છે. સલમાને જણાવ્યું હતું કે, આ સીરિઝનું શૂટિંગ અૉક્ટોબર મહિનામાં શરૂ થયું હતું અને બધાએ સલમાન વિશે તેમને ગમતી કે ન ગમતી બાબતો વિશે જણાવ્યું હતું અને આ બધું જ પ્રમાણિકતાથી ફિલ્માવાવમાં આવ્યું છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer