રૉકી ઓર રાની કી પ્રેમકહાનીમાં જયા બચ્ચન બન્યાં હલવાઈ

રૉકી ઓર રાની કી પ્રેમકહાનીમાં જયા બચ્ચન બન્યાં હલવાઈ
દાયકાઓ જૂની અભિનય કારકિર્દી ધરાવતાં જયા બચ્ચને કરણ જોહર દિગ્દર્શિત આગામી ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમકહાનીમાં પ્રથમ વાર કૉમેડી પર હાથ અજમાવ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. જયા રણવીરના દાદી બન્યા છે અને તેમના પાત્રમાં કૉમેડીના શેડ્સ જોવા મળશે. તેઓ જિંદાદિલ હલવાઈની ભૂમિકામાં છે, જેમને મોટેમોટેથી હસવાની આદત હોય છે. તેમની કારકિર્દીમાંની આ સૌથી રમૂજી ભૂમિકા છે. તેમને આનંદ થયો કે કરણે તેમની પસંદગી આવી હળવી ભૂમિકા માટે કરી. નહીં તો મોટા ભાગના ફિલ્મમેકર્સ તેમનો સંપર્ક ગંભીર ભૂમિકા માટે જ કરતાં હોય છે. ભૂમિકાના રંગમાં રંગાયેલા જયા સેટ પર પણ હાસ્યની છોળો ઉડાડતા જોવા મળે છે. તેઓ બધાને કહે છે કે કરણને જોની લિવરની તારીખો ન મળી એટલે મને સાઈન કરી છે. નોંધનીય છે કે, કરણ દિગ્દર્શિત રૉકી ઓર રોની કી પ્રેમકહાનીમાં રણવીર, આલિયા અને જયાની સાથે શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer