નવેમ્બરમાં મારુતિ સુઝુકીનું વેચાણ 24 ટકા ઘટયું

નવેમ્બરમાં મારુતિ સુઝુકીનું વેચાણ 24 ટકા ઘટયું
તહેવારોની મોસમનો લાભ તાતા મોટર્સને 
મુંબઈ, તા. 1 : દેશની મુખ્ય વાહન કંપનીઓના વેચાણમાં મિશ્ર વલણ રહ્યું હતું. બજાર અગ્રણી મારુતિ સુઝુકીનું સ્થાનિક વાહન વેચાણ ઓક્ટોબર અંતે વાર્ષિક ધોરણે 24 ટકા ઘટાડે હતું. બજાજ અૉટો 14 ટકા, એસ્કોર્ટ ટ્રેક્ટરમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારે વાહન બનાવતી અશોક લેલેન્ડ વેચાણ 11 ટકા અને નોંધપાત્ર રીતે તાતા મોટર્સનું વેચાણ 30 ટકા વધ્યું હતું. 
મારુતિનું કુલ વેચાણ 1.38 લાખ વાહન થવા સાથે સ્થાનિક બજાર વેચાણ ઘટીને 1.17 લાખ યુનિટ (24 ટકા) નોંધ્યું હતું. જોકે નિકાસમાં 1.2 બમણો વધારો થતાં 21,322 વાહન વિદેશ મોકલવામાં આવ્યાં હતાં. તાતા મોટર્સમાં કુલ 33,674 વાણિજ્યીક વાહન વેચાણ નોંધાયું છે. જ્યારે પર્વોની મોસમમાં કંપનીએ સારું વેચાણ નોંધાવ્યું છે.
દરમિયાન, તાતા મોટર્સે ઓક્ટોબરમાં કુલ 67,827 વાહન વેચ્યાં હતાં. માસિક ધોરણે 31 ટકા વધુ રહ્યાં હતાં. પર્વોની મોસમમાં કંપનીનું 65,151 વાહન વેચાણ નોંધપાત્ર ગણાય. દરમિયાન બજાજ અૉટોના ઓક્ટોબરમાં ટુ અને થ્રી વ્હિલર કુલ 4.36 લાખનું વેચાણ નોંધાતા વાર્ષિક 14 ટકા ઘટાડો નોંધાયો છે. હુન્ડાઈ મોટર્સનું વેચાણ 21 ટકા ઘટવાના અહેવાલ છે. બજાજનું વાહન વેચાણ નિકાસ બજારમાં પણ ઘટયાના અહેવાલ છે.
અશોક લેલેન્ડના વાણિજ્ય વાહન વેચાણમાં 32 ટકાનો નોંધપાત્ર સુધારો થયો હતો. જોકે, વાર્ષિક ધોરણે સમગ્ર રીતે ઓક્ટોબરમાં કંપનીના 11 ટકા વધુ 11,079 વાહન વેચાયાં હતાં. એમાં મધ્યમ અને ભારે શ્રેણીનાં કુલ 6078 વાહન વેચાયાં હતાં. 
જોકે, લાઈટ વાહન શ્રેણીમાં વેચાણ 7 ટકા દબાણમાં રહ્યં હતું. એસ્કોર્ટ ટ્રેક્ટર્સનું પર્વોની મોસમ દરમિયાન વેચાણ મામૂલી 1 ટકા ઘટાડે રહ્યં હતું.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer