આદિત્ય અને મમતા વચ્ચેની બેઠક વિશે સરકારી નિવેદન કેમ નહીં? : ભાજપ

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં શાસક શિવસેના પક્ષ અમુક ઔદ્યોગિક મૂડીરોકાણ પ. બંગાળમાં વાળવા માટે મદદ કરી રહ્યો છે એવી શંકા છે એમ આજે ભાજપએ જણાવ્યું છે. મમતા બેનરજી અને મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે વચ્ચે ગઈકાલે મુલાકાત અંગે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નહીં તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય આશિષ શેલારએ વધુમાં જણાવ્યું હતું કે, મમતા બેનરજી વિપક્ષી નેતા હતા ત્યારે તેમણે વર્ષ 2008માં તાતાના નેનો પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ભાજપને શંકા છે કે શિવસેના મમતા બેનરજીને મહારાષ્ટ્રમાં આવનારું ઔદ્યોગિક મૂડીરોકાણ પશ્ચિમ બંગાળમાં વાળવા માટે મદદ કરી રહી છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે તાતાના નેનો પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. હવે મમતા બેનરજીને આવકાર આપીને શિવસેના શું રતન તાતા જેવાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિનું અપમાન કરી નથી રહ્યો? એમ શેલારે ઉમેર્યું હતું. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust