બ્રિટન માટે સૌથી મોટો ખતરો ચીન એમઆઇ-6ના નવનિયુક્ત પ્રમુખ

લંડન, તા.1: ચીન દુનિયાભરમાં પોતાની તાકાતનો સતત વધારો કરી રહ્યું છે. દરમિયાન યુ.કે.ની ગુપ્તચર એજન્સીના વડાએ ચેતવણી આપી છે કે ચીન બ્રિટન અને તેના સહયોગી દેશો માટે સૌથી મોટો ખતરો બની ચૂક્યું છે. એમઆઇ6ના પ્રમુખ રિચર્ડ મૂરે કહ્યં કે ચીન, રશિયા, ઈરાન અને આતંરરાષ્ટ્રીય આતંકવાદ આ ચાર સૌથી મોટા ખતરા છે જેનો સામનો આ અસ્થિર દુનિયામાં બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ કરવો પડી રહ્યો છે. તેણે આ ત્રણ દેશને આતંકવાદના ખતરા સમાન ગણાવ્યા હતા. એમઆઇ6ના વડા બનેલા મૂરે પોતાનાં પહેલાં વક્તવ્યમાં કહ્યં કે ચીનની ગુપ્તચર એજન્સીઓ અમારી સિંગલ પ્રાથમિકતાઓમાં સામેલ છે. બેજિંગ, યુ.કે. અને તેના સહયોગીઓની મોટાપાયે જાસૂસી કરાવી રહ્યં છે. ચીનની મંશા અહીં રાજકીય નિર્ણયોને પ્રભાવિત કરવાની છે. ચીન જેવા દેશો સંપ્રભુતા અને લોકતંત્ર ખતમ કરવા દેણાંની જાળ અને ડેટા ખુલાસાનો ઉપયોગ કરી રહ્યા છે. મૂરે રશિયાથી યુ.કે.ને ખતરો હોવા સાથે રશિયા સ્પોન્સર કિલિંગ કરાવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust