ઓમિક્રોન : 15 ડિસેમ્બરથી વિદેશી ઉડાનો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

ઓમિક્રોન : 15 ડિસેમ્બરથી વિદેશી ઉડાનો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ
નવી દિલ્હી, તા. 1 : કોવિડના નવા પ્રકાર ઓમિક્રોનનો ડર દેખાવા લાગ્યો છે. ઓમિક્રોનના કારણે 15 ડિસેમ્બરથી શરૂ થનારી અંતરરાષ્ટ્રીય ઉડાનો અંગેનો નિર્ણય મોકૂફ રાખવો પડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અધિકારીઓને આ નિર્ણયની સમીક્ષા કરવા માટે કહ્યું હતું. 
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે,બદલાયેલા વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસી સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય બાદમાં લેવામાં આવશે અને યોગ્ય સમયે તેની જાણ કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અધિકારીઓને કોરોના વાયરસના નવા વેરિયન્ટ બી 1.1.529 (ઓમિક્રોન)ને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટેની યોજનાની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. કોવિડ-19 અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે વડાપ્રધાને આ વાત કહી હતી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer