મુંબઈમાં એપ્રિલ 2020 પછી સહુથી ઓછા 108 કોરોના સંક્રમિતો મળ્યા

મુંબઈમાં એપ્રિલ 2020 પછી સહુથી ઓછા 108 કોરોના સંક્રમિતો મળ્યા
નવી મુંબઈમાં 44 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 22 નવા કેસ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 1 : બુધવારે મુંબઈમાંથી કોરોનાનાં 108 નવા કેસ મળ્યા હતા. મુંબઈમાં એપ્રિલ, 2020 પછી સહુથી ઓછા કોરોના સંક્રમિતો આજે મળ્યા છે. અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,62,989 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1904 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
મંગળવારે મુંબઈમાંથી 187, સોમવારે 115, રવિવારે 217 અને શનિવારે 214 નવા દરદી મળ્યા હતા.  છેલ્લાં 24 કલાકમાં ચાર કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,340 પર પહોંચી ગયો છે.  શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 215 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,42,176 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 2780 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.02 ટકા છે.  મુંબઈમાં અત્યારે 16 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 37,877  ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,24,63,139 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના માત્ર 767 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી બુધવારે કોરોનાના નવા 767 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,36,425 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 7,391 દરદી સારવાર હેઠળ છે. 
મંગળવારે રાજ્યમાંથી 678, સોમવારે 536, રવિવારે 832 અને શનિવારે 889 નવા કેસ મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 28 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,025 મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 903 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 64,84,338 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.71 ટકા છે.  રાજ્યમાં 74,812 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 923 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,56,19,951 ટેસ્ટ કરવામાં આવી છે. 
બુધવારે થાણે જિલ્લામાંથી કોરોનાનાં 32 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 38 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 44, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 22, ઉલ્હાસનગરમાંથી ત્રણ, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 16, પાલઘર જિલ્લામાંથી આઠ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 16, રાયગઢ જિલ્લામાંથી આઠ અને પનવેલ શહેરમાંથી આઠ નવા કેસ મળ્યા હતા.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer