ખેડૂતોનાં મૃત્યુનો રેકર્ડ નથી; વળતર નહીં મળે : તોમર

ખેડૂતોનાં મૃત્યુનો રેકર્ડ નથી; વળતર નહીં મળે : તોમર
નવી દિલ્હી, તા.1: નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેડાયેલાં આંદોલન દરમિયાન કોઈ ખેડૂતનું મૃત્યુ થયાનો કોઈ રેકોર્ડ ન હોવાનો કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપી નાણાકીય મદદનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. બીજીતરફ સરકારના આવા જવાબથી ખેડૂતો ભડકી ઉઠયા છે. વિપક્ષ કોંગ્રેસે પણ સરકાર પર તડાપીટ બોલાવી હતી. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો કે સરકાર ભલે ન સ્વીકારે પરંતુ છેલ્લાં એક વર્ષમાં આંદોલન દરમિયાન 700 જેટલા ખેડૂતોનાં મૃત્યુ થયાં છે. 
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે મંત્રાલય પાસે ખેડૂત આંદોલનને કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયાનો કોઈ રેકોર્ડ નથી. જેથી મૃતક ખેડૂતોને નાણાંકીય મદદ આપવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી.

Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust