યશરાજ બેનરની પ્રથમ વૅબ સિરીઝ ધ રેલવે મૅન

યશરાજ બેનરની પ્રથમ વૅબ સિરીઝ ધ રેલવે મૅન
યશરાજ બેનરે ભારતના ડિજિટલ કન્ટેન્ટ જગતમાં પ્રવેશ કર્યો છે. તેમનો પ્રથમ પ્રૉજેકટ ધ રેલવે મૅન છે. આમાં 1984માં ભોપાલ ગૅસ દુર્ઘટનાના અનસંગ હીરો એવા રેલવે કર્મચારીઓને અંજલિ આપવામાં આવી છે. વૅબ સિરીઝ ધ રેલવે મૅનનું દિગ્દર્શન નવોદિત શિવ રવૈલ કરશે. મર્યાદિત એપિસોડની આ સિરીઝમાં દુર્ઘટનાનો સામનો કરનારા કર્મચારીઓ વિશે છે. આમાં ચાર મહાન કલાકારો આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ શર્મા અને બાબીલ ખાન છે. આ ચાર કલાકાર મુખ્ય ભૂમિકા ભજવશે અને બાકીના કેટલાક પાવરફુલ કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવતાં જોવા મળશે. 37 વર્ષ પહેલાં ભોપાળમાં સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના થઈ હતી જેણે હજારો લોકોના જીવ લીધા હતા તથા હજુ પણ લોકો તેની અસરનો સામનો કરી રહ્યા છે. 1984ની બીજી ડિસેમ્બરની મોડી સાંજે અમેરિકન યુનિયન કાર્બાઈડની માલિકીની પેસ્ટિસાઈડની ફૅકટરીમાંથી મિથિલ આઈસોસાયનાઈટ વાયુનું ગળતર શરૂ થયું હતું. ધ રેલવે મૅન 2022ની બીજી ડિસેમ્બરે સ્ટ્રીમ થશે અને માનવતાને અંજલિ અપાશે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust