ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટના જજની પૅનલમાં મનોજ મુન્તાશીર

ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટના જજની પૅનલમાં મનોજ મુન્તાશીર
ટેલેન્ટ શૉ ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટમાં અત્યાર સુધી નિર્ણયાકોની ત્રિપુટી જોવા મળતી હતી પણ હાલમાં દર્શાવાયેલી જાહેરાતમાં ચોથો જજ મનોજ મુન્તાશીર જોવા મળે છે. આ શૉમાં શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને રૅપર બાદશાહની સાથે જજ તરીકે મનોજ મુન્તાશીર જોવા મળશે. મનોજે ઉત્સાહિત સ્વરે જણાવ્યું હતું કે, ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ દેશભરમાં રહેલી પ્રતિભાઓને રજૂ કરી રહ્યો છે અને તેની જ્યુરીના ભાગ બનવું સન્માનથી ઓછું નથી. મને આશા છે કે હું આ કામને સારી રીતે ન્યાય આપી શકીશ. મારા સાથી નિર્ણયાકો અત્યંત પ્રભાવશાળી છે અને તેમની પાસેથી મન શીખવા મળશે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer