હિમવર્ષામાં ટાઈગર શ્રોફનું સાહસ

હિમવર્ષામાં ટાઈગર શ્રોફનું સાહસ
આજના યુવાનોના સૌથી વધુ મનગમતા અભિનેતાઓ પૈકીનો એક ટાઈગર શ્રોફ પાત્રને ભજવવા માટે ગમે તે કરવા તત્પર હોય છે. ટાઈગર નવી પેઢીનો અત્યંત મહેનતુ અને ઉત્સાહી કલાકાર તરીકે ઓળખાય છે. હાલમાં તેની આ ઈમેજને અનુરૂપ તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં ટાઈગર હિમવર્ષા થતી હોય ત્યારે શર્ટલેસ ઊભેલો દેખાય છે. તેની આગામી ફિલ્મ ગણપતના શૂટિંગ દરમિયાનનો આ ફોટો છે. યુકેમાં કડકડતી ઠંડી પડતી હતી ત્યારે ટાઈગર શર્ટ ન પહેર્યા વગર ઊભો છે. કૂ પર તેણે પોસ્ટ કરેલી આ તસવીર જોઈને બધા ચકિત થઈ ગયા છે. ફોટોમાં બરફ પડતો જોવા મળે છે. આમ છતાં ટાઈગરે શર્ટ પહેર્યા વગર નીકળવાનું સાહસ કર્યું હતું. તેની સાથે જેકી ભગનાની જોવા મળે છે અને તેણે ટાઈગરની તસવીરને કૅપ્શન આપી છે `બૉસમૅન'. છેલ્લા એક મહિનાથી ટાઈગર યુકેમાં શૂટિંગ કરે છે. ગણપત ફિલ્મમાં તેની સાથે ક્રીતિ સેનન છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer