અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક પર ગર્વ વ્યક્ત કરતી કવિતા રજૂ કરી

અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક પર ગર્વ વ્યક્ત કરતી કવિતા રજૂ કરી
બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને કવિતાનો એક વીડિયો શૅર કર્યો છે. પુત્ર અભિષેકની ફિલ્મ બૉબ બિશ્વાસનું ટ્રેલર જોઈને તેને ગર્વની લાગણી થઈ હતી. આ લાગણીને તેણે પોતાના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓનું પઠન કરીને વ્યક્ત કરી હતી. આ કવિતાની પંક્તિઓ છે, મેરા બેટા મેરા ઉત્તરાધિકારી... તેઓ મારા પુત્ર કહેવાશે કેમ કે તેઓ મારા વારસાને ઉજાગર કરશે...
અભિષેકે પિતાની પૉસ્ટનો પ્રત્યુત્તર આપતાં કહ્યું, બસ, આનાથી વધુ શું જોઈએ? ત્યાર બાદ તેણે દાદાની અગ્નિપથ કવિતા જે અમિતાભે આ જ શીર્ષક ધરાવતી ફિલ્મમાં ગાઈ હતી તે લખી હતી.
દિવ્યા અન્નપૂર્ણા ઘોષ દિગ્દર્શિત બૉબ બિશ્વાસ ક્રાઈમ થ્રિલર છે. શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરઇટેન્મેન્ટે તેનું નિર્માણ કર્યું છે અને ત્રીજી ડિસેમ્બરે ઝીફાઈવ પર રજૂ થશે. 
બૉબ બિશ્વાસ ઉપરાંત અભિષેકની ફિલ્મ દસવી પણ રજૂઆત માટે તૈયાર છે. છેલ્લે તે બિગ બુલમાં જોવા મળ્યો હતો.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer